ફરાળી કચોરી

Wednesday 19th August 2015 09:49 EDT
 
 

સામગ્રીઃ શિંગોડાનો લોટ ૨૦૦ ગ્રામ • બાફેલા બટાકા - ૪ નંગ • લીલાં મરચાં - ૧ નંગ • આદુની છીણ - ૧ ચમચી • મરી - ૧ ચમચી • આમચૂર - પા ચમચી • સિંધાલૂણ - સ્વાદ મુજબ • તળવા માટે તેલ

રીતઃ શિંગોડાના લોટમાં સિંધાલૂણ અને થોડુંક તેલ નાંખીને કણક બાંધો. બાફેલા બટાકાને છોલીને તેમાં મરચાં, આદુ, મરી, આમચૂર અને સિંધાલૂણ નાંખીને એકદમ ક્રશ કરી નાખો. કણકમાંથી પૂરી વણીને તેમાં બટાકાનું સ્ટફિંગ ભરીને કચોરી વાળો. તેલમાં તળી લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter