સામગ્રીઃ બે બાફેલા બટાકા • પાંચ ટેબલસ્પૂન આરા લોટ • મીઠું • તળવા માટે તેલ • આરા લોટ રોલિંગ માટે
(સ્ટફિંગ માટે) અડધો કપ ખમણેલું લીલું નાળિયેર • બે ટેબલસ્પૂન શેકેલા શિંગદાણા - ભૂલો કરેલા • બે ટેબલસ્પૂન કોથમીર • ૪ ટેબલસ્પૂન કાજુ-કિસમિસ • ૧ ટેબલસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ • ૧ ટેબલસ્પૂન સાકર પાવડર • ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
રીતઃ બે ટેબલસ્પૂન આરા લોટને રોલિંગ માટે અલગ રાખીને બાકીનો લોટ બાફેલા બટાકામાં ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું નાખો. તમામ સામગ્રીને એકદમ મિક્સ કરીને અલગ રાખો. હવે સ્ટફિંગની બધી સામગ્રી મિક્સ કરી લો. તેલ ગરમ કરવું. બટાકાના પૂરણમાંથી લૂઓ લઈ એમાં વચ્ચે સ્ટફિંગ ભરીને એને બરાબર ગોળ બોલ બનાવીને આરા લોટમાં રગદોળીને ગરમ તેલમાં તળી લો. કોથમીરની ચટણી સાથે સર્વ કરો.