ફરાળી લાડુ

Friday 27th November 2026 04:48 EST
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: સીંગદાણા - 1 કપ • સૂકા કોપરાની છીણ - 1 કપ • કાતરેલો ગોળ - 1 કપ • ઘી - 2 ચમચી • કિસમિસ - 4 ચમચી • બદામ કતરણ - 4 ચમચી • ઈલાયચી પાઉડર - અડધી ચમચી
રીત: સીંગદાણા એક વાસણમાં લઈ હળવા તાપે શેકી લો. સિંગદાણા શેકાય એટલે મસળીને તેના ફોતરાં કાઢી નાખવા. મિક્સરમાં ક્રશ કરીને પાઉડર બનાવી લો. હવે એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો. સામગ્રીને સારી રીતે મસળીને મિશ્રણ તૈયાર કરી તેના નાનાં નાનાં લાડુ બનાવી લો. એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ લાડુ મહિનાઓ સુધી ખરાબ થતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter