આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી (ફલાફલ માટે): પલાળેલા કાબુલી ચણા - 1 કપ • સમારેલી ડુંગળી - 1 કપ • લસણ - 8થી 10 કળી • લીલાં મરચાં - 5થી 6 • મીઠું - સ્વાદ મુજબ • આદુ - નાનો ટુકડો • સમારેલી કોથમીર - અડધો કપ • મરી પાઉડર - અડધી ચમચી • હળદર - 1 ચમચી • ચણાનો લોટ - 3 ચમચી • સોજી - 2 ચમચી • ખાવાનો સોડા - પા ચમચી • તેલ-તળવા માટે
(હમસ માટે) બાફેલા કાબુલી ચણા - અડધો કપ • મીઠું - સ્વાદ મુજબ • તલ - 3 ચમચી • ઓલિવ ઓઈલ - 3 ચમચી • આદું-મરચાં પેસ્ટ - 1 ચમચી • લસણ - 8થી 10 કળી • જીરું - 1 ચમચી • લીંબુ રસ - 2 ચમચી • પાણી - જરૂર મુજબ
રીત: ફલાફલ માટે સૌપ્રથમ પલાળેલા કાબુલી ચણા, લસણ, આદું-મરચાં, ડુંગળીમાં મીઠું ઉમેરીને અધકચરું ક્રશ કરો ને તેમાં મરી પાઉડર, હળદર, કોથમીર, ખાવાનો સોડા, ચણાનો લોટ, સોજી મિક્સ કરો. નાના ગોળા કરી ધીમા તાપે તળી લો. હમસની સામગ્રીને ક્રશ કરી નરમ પેસ્ટ બનાવી લો. ફલાફલ સાથે હમસ ડીપ પીરસો.


