ફ્રાઈડ બેબી પોટેટો

Wednesday 21st December 2016 08:13 EST
 
 

સામગ્રીઃ બેબી પોટેટો - બાફીને છોલેલાં ૨૫૦ ગ્રામ • તેલ ૧ ટેબલ સ્પૂન • રાઈના દાણા અડધી ચમચી • જીરું અડધી ચમચી • નાની ડુંગળી (સમારેલી) અડધો કપ • મીઠાં લીમડાંના પત્તાં ૬-૭ નંગ • હીંગ એક ચપટી • હળદર પાવડર અડધી ચમચી • લાલ મરચું પાવડર અડધી ચમચી • સંભાર પાવડર ૧ ટી સ્પૂન • કોથમીર-સમારેલી ૨ ટેબલ સ્પૂન

રીતઃ બાફેલા બટાકાંને છાલ ઉતારીને બાજુમાં રાખો. પેનમાં તેલ લો અને થોડું ગરમ થાય એટલે રાઈના દાણા નાંખો. જીરુ નાંખો, અને રંગ બદલાય ત્યાં સુધી સાંતળો. આ પછી એમાં ડુંગળી, લીમડાના પત્તા અને હીંગ ઉમેરો. ડુંગળીનો રંગ બદલાય ત્યાં સુધી સાંતળો. આ પછી તેમાં બટાકા અને સંભારનો મસાલો, હળદર, લાલ મરચું, વગેરે ઉમેરવા. (જો સંભાર મસાલો ન હોય તો ધાણાજીરુંનો પાવડર નાંખી શકાય). બધો મસાલો બટાકામાં બરાબર ભળી જાય તે રીતે ધીમેથી હલાવો અને પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ગેસની આંચ ધીમી રાખો અને ૪-૫ મિનિટ માટે સાંતળો. કોથમીર વડે સજાવીને સર્વ કરો.

આ વાનગીને રસમ-ભાત, સાંભાર-ભાત અથવા દાળ-ભાત સાથે પીરસી શકાય. આ સિવાય રોટલી કે પરોઠાં સાથે પણ પીરસી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter