સામગ્રીઃ ૨ મોટા બટાટા - ફિંગરચિપ્સના આકારમાં કાપેલા • અડધો કપ તેલ
(મસાલા માટે) ૧ ટી સ્પૂન ગાર્લિક પાવડર • ૧ ટી સ્પૂન ઓનિયન પાવડર • ૨ ટી સ્પૂન મસ્ટર્ડ પાવડર • ૨ ટી સ્પૂન જીરું પાવડર • અડધો ટી સ્પૂન મરી પાવડર • ૨ ટી સ્પૂન ડ્રાય ઓરેગાનો • ૨ ટી સ્પૂન બ્રાઉન સુગર પાવડર • ૩-૪ ટેબલ સ્પૂન વિનેગર • ચિલી ફ્લેક્સ પાવડર • સ્વાદ અનુસાર મીઠું
રીતઃ એક બાઉલમાં ઉપરના બધા મસાલા મિક્સ કરીને તૈયાર રાખો. બટાટાની છાલ કાઢી એને ચિપ્સ શેપમાં કાપીને વિનેગર અને મીઠું નાખેલાં પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ ભીંજવો. બટાટાને પાણીમાંથી બહાર કાઢીને કોરા કરો. એક પેનમાં તેલ ગરમ કરીને ચિપ્સને ક્રિસ્પી ફ્રાય કરી લો. એને મિક્સ કરેલા મસાલામાં રગદોળી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.


