બાજરા ખીચડી

Saturday 26th August 2017 07:30 EDT
 
 

સામગ્રીઃ બાજરી (ધોયેલી) પોણો કપ • મગની દાળ ત્રણ ચમચા • તેલ ૧૦ મિલી • જીરું ૧ ચમચી • હિંગ અડધી ચમચી • ટામેટું (કાપેલું) ૧ નંગ • ડુંગળી (કાપેલી) ૧ નંગ • લસણ (ઝીણું સમારેલું) ૧ ચમચી • લીલાં મરચાં (વાટેલાં) અડધી ચમચી • ધાણાજીરું ૨ ચમચી • લાલ મરચું ૧ ચમચી • કોથમીર (સમારેલી) ૧ ચમચો • લીંબુનો રસ ૧ ચમચી • મીઠું સ્વાદ પ્રમાણે

રીતઃ બાજરી અને મગની દાળને એક સાથે પાણીમાં ૧૫ મિનિટ સુધી પલાળો. ત્યાર બાદ તેમાં મીઠું નાખી બાફી લો અને ઠંડું થવા દો. કડાઈમાં તેલ ગરમ કરી જીરું અને હિંગથી વધાર કરો. તેમાં કાપેલી ડુંગળી, લસણ અને લીલા મરચાં નાંખી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટાં અને બાકીનો મસાલો ઉમેરી થોડી વાર સાંતળો. ત્યાર બાદ બાફેલી બાજરી અને દાળને પાણી સાથે તેમાં ઉમેરો અને બધું પાણી બળી ન જાય ત્યાં સુધી ચડવા દો. કોથમીરથી સજાવટ કરો. દહીં અને પાપડ સાથે ગરમાગરમ ખીચડી સર્વ કરો.

નોંધઃ બાજરીમાં ભરપૂર આયર્ન છે, જ્યારે મગની દાળ પ્રોટીનસભર છે. આ ખીચડી પચવામાં ખૂબ હલકી છે તેથી ઉંમરલાયક અને બિમાર વ્યક્તિઓ પણ તે નિશ્ચિત મને આરોગી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter