આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: (લોટ બાંધવા માટે) ઘઉંનો લોટ - 1 કપ • ઘી - 1 કપ • મીઠું - ચપટી • બેકિંગ પાઉડર - અડધી ચમચી • તેલ - તળવા માટે • બદામ-પિસ્તા કતરણ - સજાવટ માટે
(ચાસણી માટે) ખાંડ - બે ચમચા • કેસરના તાંતણા - 4/5 • કેસર એસન્સ - એક ટીપું • ઈલાયચી પાઉડર - 1 ચમચી • લીંબુ રસ - 2 ટીપાં
રીત: ચાસણી બનાવવા માટે જાડા તળિયાના પેનમાં ખાંડ ડુબે એટલું પાણી નાખી ધીમે ધીમે ઓગાળો. એમાં કેસર પલાળેલું પાણી મિક્સ કરો. તેમાં ઈલાયચી પાઉડર, લીંબુ રસ, કેસર એસેન્સ ઉમેરો. ચાસણીને પાંચ મિનિટ ઉકાળો અને થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. હવે બાલુશાહી માટે ઘઉંનો લોટ, ઘી, મીઠું અને બેકિંગ પાઉડર એકદમ મિક્સ કરીને લોટ બાંધી લો. લોટને પાંચ મિનિટ રેસ્ટ આપો. હવે નાના લુઆ વાળી આંગળીથી પ્રેસ કરો. બાલુશાહીને તેલમાં તળી લો. બધી બાલુશાહી તૈયાર ચાસણીમાં નાંખો અને થોડી વાર રહેવા દો. ચાસણીમાંથી નિતારીને બદામ-પિસ્તા કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો.