બીટની મઠરી

Friday 08th December 2017 06:57 EST
 
 

સામગ્રીઃ મેંદો - ૨૦૦ ગ્રામ • રવો - ૫૦ ગ્રામ • બીટ – ૧ નંગ • અજમો - ૧ ચમચી • હળદર – પા ચમચી • ચાટ મસાલો - ૧ ચમચી • મીઠું સ્વાદ મુજબ • તેલ – મોણ માટે • તેલ – તળવા માટે

રીતઃ બીટને છોલીને છીણી લો. તળવા માટેના તેલ સિવાયની તમામ સામગ્રી મિક્સ કરો. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતાં જઇ કઠણ કણક બાંધો. તૈયાર મેંદાના નાનાં લૂઆ બનાવો. લૂઆને વણીને કુકીઝ કટરની મદદથી મઠરીનો આકાર આપો. કડાઇમાં તેલ ગરમ કરી ધીમી આંચે મઠરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી લો. આને વરિયાળીની ચટણી સાથે અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter