બેસન માવા બરફી

Wednesday 19th April 2017 05:34 EDT
 
 

સામગ્રીઃ ૧ કપ બેસન • અડધો કપ માવો • અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક • પા કપ દળેલી ખાંડ • ૧ ચમચી સમારેલા કાજુ • ૨ ચમચી ઘી • ૧ ચમચી ઈલાયચી પાવડર

રીતઃ એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં કાજુના ટુકડા નાંખીને ગોલ્ડન બ્રાઉન કરો અને પછી કાઢીને તેને પ્લેટની કિનારે પર મૂકી દો. હવે એ જ કઢાઈમાં બેસન નાંખીને હળવો સોનેરી રંગ થતાં સુધી શેકી લો. જ્યારે બેસનમાંથી ઘી છૂટું પડવા લાગે અને બેસનમાંથી સુગંધ આવવા માંડે ત્યારે બેસનને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા મૂકો. જ્યાં સુધી બેસન ઠંડુ પડે ત્યાં સુધી તમે પેનમાં માવો નાંખીને ૨-૩ મિનિટ સુધી ગરમ કરો. જેનાથી તે ઢીલો પડે. ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને દળેલી ખાંડ મિક્સ કરો. હવે તેમાં ઈલાયચી પાવડર, શેકેલા કાજુના ટુકડા અને શેકેલો બેસન મિક્સ કરો. હવે પેનને ધીમા તાપ પર મૂકીને મિશ્રણને સતત હલાવતા રહો. જ્યારે આ મિશ્રણ કઢાઈ સાથે ચોંટવાનું બંધ થાય ત્યારે તેને કાઢીને ઘી લાગેલી થાળીમાં નાંખીને ફેલાવી દો. મિશ્રણ ઠંડું પડ્યા પછી તેને મનપસંદ શેપમાં કાપી લો. તમે ચાહો તો બરફીને અડધો કલાકથી એક કલાક માટે ફ્રીજમાં મૂકી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter