બ્રેડ ઉત્તપમ

Saturday 05th February 2022 06:31 EST
 
 

સામગ્રીઃ ૬ નંગ બ્રેડ સ્લાઇસ - ટુકડા કરેલી • પોણો કપ રવો • ૩ ટેબલસ્પૂન મેંદો • પોણો કપ દહીં • પોણો કપ ઝીણા સમારેલા કાંદા • પોણો કપ ઝીણાં સમારેલા ટામેટાં • પોણો કપ ઝીણા સમારેલાં સિમલા મરચાં • પોણો કપ ઝીણી સમારેલી કોથમીર • એક ટીસ્પૂન ઝીણું સમારેલું આદું • એક ટી સ્પૂન ઝીણા સમારેલાં લીલાં મરચાં • મીઠું સ્વાદાનુસાર • તેલ જરૂર પ્રમાણે
રીતઃ મિક્સર જારમાં બ્રેડના ટુકડા, રવો, મેંદો, દહીં નાંખો અને તેમાં લગભગ પોણા ચાર કપ પાણી ઉમેરી સુંવાળું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી લીધા પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. હવે એક નોન-સ્ટિક તવાને ગરમ કરીને તેની પર થોડું પાણી છાંટી કપડા વડે સાફ કરી લો. તે પછી તેની પર તેલ ચોપડી લો. હવે તેની પર એક ચમચા જેટલું ખીરું રેડીને તેને ગોળકાર બનાવી દો. તેની કિનારીઓ ઉપર થોડુંક તેલ પાથરીને મધ્યમ આંચ પર ઉત્તપમને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે સુધી શેકી લો. આ રીતથી બીજા ઉત્તપમ તૈયાર કરો. લીલી ચટણી સાથે તરત જ પીરસો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter