ભટૂરા

Wednesday 29th July 2015 09:07 EDT
 
 

સામગ્રીઃ બે કપ મેંદો • ૭૫ ગ્રામ રવો • ૧/૪ ટી-સ્પૂન સોડા • ૧/૨ ટી-સ્પૂન બેકિંગ પાઉડર • ૫૦ ગ્રામ દહીં • ૧ ટી સ્પૂન સાકર • પાંચ ટેબલ સ્પૂન ઘી • તેલ તળવા માટે

રીતઃ એક બાઉલમાં મેંદો, રવો, બેકિંગ પાઉડર, સોડા, મીઠું મિક્સ કરીને ચાળી લો. દહીંને એકદમ વલોવીને એમાં સાકર મિક્સ કરીને રાખો. લોટમાં વચ્ચે ખાડો કરી એમાં એક કપ પાણી અને દહીંવાળું મિશ્રણ મિક્સ કરીને નરમ લોટ બાંધો. ભીના કપડાથી લોટને ઢાંકી દઇને ૧૦ મિનિટ સાઇડમાં રાખી મૂકો. લોટમાં ગરમ કરેલું ઘી મિક્સ કરીને ફરી લોટને મસળો. એક કડાઈમાં તેલ ગરમ કરીને મેંદાના લોટમાંથી મોટી સાઇઝની પૂરી વણીને તળી લો. આ રીતે બધા ભટૂરા તૈયાર કરો અને છોલે અથવા પિંડી છોલે સાથે ગરમ-ગરમ સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter