ભીંડી મસાલા

Friday 24th November 2017 04:38 EST
 
 

સામગ્રીઃ • ભીંડા, લાંબા સમારેલા ૨૦૦ ગ્રામ • તેલ ૨-૩ ટેબલસ્પૂન • હિંગ ૧/૪ ટેબલ સ્પૂન • લાલ મરચું ૧ ટેબલસ્પૂન • હળદર ૧/૪ ટેબલ સ્પૂન • મીઠું ટેસ્ટ પ્રમાણે • ડુંગળી ૧ નંગ • ટામેટાં ૧ નંગ • લીલાં મરચાં ૨ નંગ • લસણની કળી ૭-૮ નંગ • આદું ૧ નાનો ટુકડો • દહીં ૧ કપ • ચણાનો લોટ ૨ ટેબલસ્પૂન • ફ્રેશ ક્રીમ ૨ ટેબલસ્પૂન

રીતઃ સૌ પહેલા પેનમાં તેલ ગરમ કરવા મુકી દેવું. હવે તેમાં સમારેલા ભીંડા ૧૦-૧૨ મિનિટ સાંતળો. ભીંડાને એક પ્લેટમાં કાઢી લેવાં. હવે તેલમાં હિંગ, ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, આદું, લસણ બધું જ એકદમ બારીક સમારીને નાંખો. ૨ મિનિટ સાંતળી લીધા બાદ તેમાં ચણાનો લોટ ઉમેરો. ધીમા ગેસ પર લોટને શેકી લો. ત્યાર પછી તેમાં દહીં ઉમેરી મિક્સ કરી ૫ મિનિટ હલાવી સાંતળેલા ભીંડા નાંખી મિક્સ કરો. ગેસ બંધ કર્યા પછી તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરી ભીંડી મસાલાને પરાઠા કે ભાખરી સાથે સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter