સામગ્રી: લીલી મકાઇ છ નંગ • રાઇ - એક ચમચી • જીરું - એક ચમચી • હિંગ - અડધી ચમચી • વાટેલું લીલું મરચું - બે ચમચી • મીઠું - સ્વાદ પ્રમાણે • ખાંડ - બે ચમચી • લીંબુ - બે નંગ • સમારેલી કોથમીર - અડધી વાટકી • લીમડાનાં પાન - સાતથી આઠ • તેલ - ચાર ચમચી
રીતઃ મકાઇના દાણાને ક્રશ કરીને સાઇડમાં રાખી દો. પેનમાં ચાર ચમચી તેલ મૂકીને રાઇ, જીરું, હિંગ અને લીમડાને વઘાર કરો. આ પછી હળદર અને લીલું મરચું નાખીને મિક્સ કરવું. આ વધારામાં ક્રશ કરેલી મકાઇ ઉમેરીને જરૂર પ્રમાણે પાણી નાંખો. આ મિશ્રણને પેનમાં ચડવાં દો. આ મિશ્રણ ચડી જાય એટલે ખાંડ અને લીંબુનો રસ નાંખીને એકાદ મિનિટ માટે વધુ ચઢવા દો. સ્વાદિષ્ટ મકાઇની છીણ પર કોથમીર ભભરાવીને સર્વ કરો.