સામગ્રીઃ (પડ માટે) • મેંદો - ૨ કપ • મીઠું - સ્વાદ અનુસાર • તેલ - ૫૦ ગ્રામ
(સ્ટફિંગ માટે) ૪ મકાઈના દાણા • મીઠું - સ્વાદ અનુસાર • મરચું - પા ચમચી • હળદર - પા ચમચી • વરિયાળી - ૧ ચમચી • જીરું - ૧ ચમચી • ગરમ મસાલો - ૧ ચમચી • ચાટ મસાલો - ૧ ચમચી • લીંબુ - અડધું • ચણાનો શેકેલો લોટ - ૨ ચમચા • સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ • સમારેલું આદું - નાનો ટુકડો • તેલ - જરૂર પૂરતું
રીત: મેંદામાં મીઠું અને તેલનું મોણ ભેળવીને જરૂર પૂરતું પાણી લઈ લોટ બાંધો. આ લોટને ભીના કપડાથી ઢાંકીને અડધો કલાક રહેવા દો. હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં વરિયાળી અને જીરું નાખો. સમારેલાં આદું-મરચાં નાખીને બે મિનિટ સાંતળો. આ પછી તેમાં મકાઇ દાણા ઉમેરીને સુગંધ આવે ત્યાં સુધી શેકો. બધા મસાલા અને ચણાનો લોટ ઉમેરો અને પા કપ પાણી રેડી ખદખદવા દો. ઠંડું થાય એટલે સ્ટફિંગને મેંદાના લોટના લૂઆમાં ભરી કચોરી બનાવો. આ કચોરીને તેલમાં બ્રાઉન રંગની તળી લો. ગરમાગરમ મકાઈની કચોરી આંબલીની ચટણી સાથે સર્વ કરો.