મલ્ટિગ્રેન ચીઝી બાઈટ્સ

Friday 16th November 2018 06:58 EST
 
 

સામગ્રીઃ મલ્ટીગ્રેન લોટ ૧ કપ • મેંદો અડધો કપ • ઓટ્સ પાવડર પા કપ • તલ ૧ ચમચી • મીઠું સ્વાદ મુજબ • ચિલી ફ્લેક્સ ૧ ચમચી • ચીઝ ગાર્લિક હર્બ્સ ૧ ચમચી • ચીઝ સ્પ્રેડ ૩ ચમચી • ચીઝ ૧ ક્યુબ • ઓરેગાનો ૧ ચમચી • તેલ ૨ ચમચા • માખણ મોણ માટે • તેલ તળવા માટે

(ડીપ બનાવવા માટે) ગાર્લિક ચીઝ સ્પ્રેડ ૧ ચમચી • મેયોનીઝ ૨ ચમચી • લીંબુનો રસ ૧ ચમચી • મીઠું સ્વાદ મુજબ • સાંતળેલું લસણ ૪ કળી • મરીનો ભુક્કો પા ચમચી

રીતઃ સૌ પહેલાં ડીપ માટેની સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરીને ડીપ તૈયાર કરી લો. હવે બીજા બાઉલમાં ચીઝી બાઈટ્સ માટેની તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ પછી જરૂર મુજબ પાણી લઈને કઠણ કણક બાંધો. તેમાંથી લુઓ લઈને મોટી રોટલી વણો. તેના ચોરસ ટુકડા કરો. અડધા કલાક માટે આ બાઈટ્સને થાળીમાં ખુલ્લા રહેવા દો જેથી તે થોડા સુકાઈ જાય. આમ કરવાથી બાઈટ્સ ક્રિસ્પી બનશે. આ પછી બાઈટ્સને ધીમી આંચે તળી લો. ગરમાગરમ બાઈટ્સ ડીપ સાથે સર્વ કરો.

નોંધઃ તમે ઈચ્છો તો લોટમાં બેકિંગ પાવડર નાખી આ બાઈટ્સને બેક પણ કરી શકો છો. આ માટે ૧૮૦ ડિગ્રીએ ગરમ કરેલા ઓવનમાં ૨૦ મિનિટ બેક કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter