મિન્ટી પનીર બિરયાની

Saturday 05th September 2020 08:28 EDT
 
 

સામગ્રી: ૩ કપ રાંધેલા ભાત • ૩/૪ કપ પનીરના ચોરસ ટુકડા • ૧ ટેબલસ્પૂન ઘી • ૨ એલચી • ૨ તમાલપત્ર • મીઠું સ્વાદાનુસાર • ફૂદીનાની એક ડાળખી સજાવટ માટે

ફૂદીનાની મુલાયમ પેસ્ટ માટે (પાણી ઉમેર્યા વગર) • ૧/૨ કપ ફૂદીનાના સમારેલા પાન • ૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા • ૧ ટી સ્પૂન જીરું • ૫ કાળા મરી • ૨ ટી સ્પૂન આખા ધાણા • ૧ ટી સ્પૂન સમારેલું આદુ • ૧ ટી સ્પૂન સમારેલું લસણ • ૧ ટી સ્પૂન લીંબુનો રસ • ૧ ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં • મીઠું - સ્વાદાનુસાર

રીત: એક ઊંડા નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરીને, તેમાં એલચી અને તમાલપત્ર મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં તૈયાર કરેલી ફૂદીનાની પેસ્ટ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરો. મધ્યમ તાપ પર એકાદ મિનિટ રાંધી લો. આ પછી તેમાં ભાત, પનીર અને મીઠું મેળવો અને હળવા હાથે મિક્સ કરીને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ફૂદીનાની ડાળખી વડે સજાવીને તરત જ પીરસો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter