મિર્ચી વડાં

Friday 27th July 2018 08:13 EDT
 
 

સામગ્રીઃ મોટા લીલાં મરચાં - ૧૨-૧૫ નંગ • ચણાનો લોટ - ૧ કપ • મીઠું - સ્વાદ મુજબ • તેલ - તળવા માટે

સ્ટફિંગ માટેઃ બાફેલા બટાકા - ૨૫૦ ગ્રામ • મરચું - ૧ ચમચી • આમચૂર - ૨ ચમચી • ધાણા પાઉડર - ૨ ચમચી • હિંગ - ચપટીક • વરિયાળી - ૨ ચમચી • સમારેલાં મરચાં - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ

રીત: (સ્ટફિંગ માટે) બાફેલાં બટાકાનો છૂંદો કરો. તેમાં મીઠું, મરચું, આમચૂર, ધાણા પાઉડર, હિંગ, વરિયાળી અને સમારેલાં મરચાં મિક્સ કરો.

હવે વડાં બનાવવા માટે મરચાંને ધોઈને, તેમાં ઊભો લાંબો ચીરો કરો. તેમાં બટાકાનું મિશ્રણ ભરો. ચણાના લોટમાં મીઠું અને જરૂર પૂરતું પાણી રેડી ખીરું તૈયાર કરો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. બટાકાનું સ્ટફિંગ કરેલા મરચાંને ચણાના લોટના ખીરામાં બોળીને મધ્યમ આંચે બ્રાઉન રંગના તળી લો. બહાર કાઢ્યા બાદ એબ્સોર્બન્ટ પેપર પર મૂકો, જેથી વધારાનું તેલ શોષાઈ જાય. આ મિર્ચી વડાં ચા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter