મેંગો જામ

(રસથાળ)

Friday 24th July 2026 10:00 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: પાકી કેરીનો પલ્પ - 2 કપ • ખાંડ - 1 કપ • ઈલાયચી પાવડર અડધી ચમચી • કેસરના તાંતણા • લીંબુનો રસ - 1થી 2 મોટી ચમચી
રીત: કેરીના પલ્પને મિક્સરમાં બરાબર પીસી લો જેથી તે એકદમ સ્મૂધ થઈ જાય. તેને ગરણીથી ગાળી લેવો જેથી રહ્યાસહ્યા રેસા નીકળી જાય. હવે જાડા તળિયાવાળી કડાઈ કે નોન-સ્ટીક પેનમાં કેરીનો પલ્પ, ઈલાયચી પાઉડર, કેસર અને ખાંડ મિક્સ કરીને મધ્યમ આંચ પર ગરમ મૂકો. મિશ્રણને સતત હલાવતા રહો જેથી તળિયે ચોંટી ન જાય. ખાંડ ઓગળશે એટલે મિશ્રણ થોડુ પાતળું થશે, પણ ધીમે-ધીમે તે ઘટ્ટ થવા લાગશે. લગભગ 12થી 15 મિનિટ સુધી ધીમી આંચ પર પકવ્યા પછી જામ ઘટ્ટ અને ચળકતો દેખાવા લાગશે. ગેસ બંધ કરી લીંબુ રસ મિક્સ કરી લો. સંપૂર્ણપણે ઠંડો થઈ જાય એટલે કાચની સાફ અને એર-ટાઈટ બરણીમાં ભરી લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter