મેંગો રબડી

Thursday 05th July 2018 07:54 EDT
 
 

સામગ્રીઃ દૂધ - ૧ લિટર • ખાંડ - ૧ કપ • કેરીનો પલ્પ - ૧ કપ • એલચીનો ભૂકો - ૧ ચમચી • સમારેલી બદામ - ૧ ચમચો • સમારેલાં પિસ્તાં - ૧ ચમચો

રીતઃ એક જાડા તળિયાવાળી કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો અને એક ઊભરો આવે એટલે ગેસ ધીમો કરો અને દૂધ ઊકળીને અડધું રહે ત્યાં સુધી ગરમ કરો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો જેથી દૂધ તળિયે ચોંટે નહીં. જ્યારે દૂધ સારી રીતે ઘટ્ટ થઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લઈ તેમાં ખાંડ નાખીને તે ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતાં રહો. એ પછી દૂધને એકદમ ઠંડું થવા દો. ત્યાર બાદ કેરીનો ગર તેમાં નાખી સારી રીતે મિક્સ કરો. ફ્રીઝમાં મૂકી રબડીને ઠંડી થવા દો. જમતી વખતે ફ્રીઝમાંથી બહાર કાઢી બદામ અને પિસ્તાંથી સજાવીને સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter