મેંગો સૂફલે

રસથાળ

Friday 10th April 2026 10:02 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ અઢી કપ કેરીનો પલ્પ • એક કપ વ્હીપ્ડ ક્રીમ • બે ટી સ્પૂન આઈસિંગ સુગર • અઢી ટેબલ સ્પૂન વેજિટેરિયન જિલેટીન પાઉડર • મેંગો સૂફલેના ગાર્નિશિંગ માટે પાકી કેરીના ટુકડા
રીત: એક ઊંડા બાઉલમાં ફીણેલી મલાઈ તથા આઈસિંગ સુગર મિક્સ કરીને ઈલેક્ટ્રિક બીટર વડે બીટ કરી બાજુ પર રાખો. બીજા એક ઊંડા બાઉલમાં કેરીનો પલ્પ રેડી તેને પણ ઈલેક્ટ્રિક બીટર વડે એક મિનિટ સુધી બીટ કરી લો. તે જ રીતે બીજા એક બાઉલમાં જિલેટિન પાઉડર અને ચાર ટેબલસ્પૂન ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને કેરીના પલ્પ સાથે મેળવી ફરીથી ઈલેક્ટ્રિક બીટર વડે એક મિનિટ સુધી બીટ કરી લો. એ પછી એમાં બીટન વ્હીપ્ડ ક્રીમ મેળવીને ચપટા ચમચા વડે હળવેથી વાળી લો. હવે તૈયાર થયેલા મિશ્રણને 10 ગ્લાસમાં અથવા બાઉલમાં સરખા પ્રમાણમાં રેડી લો અને તેને રેફ્રિજરેટરમાં 2 કલાક સુધી અથવા બરાબર જામી જાય ત્યાં સુધી રાખી મૂકો. પાકી કેરીના ટુકડા વડે સજાવીને મેંગો સૂફલે ચીલ્ડ પીરસો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter