મેથી મલાઇ મટર

રસથાળ

Friday 12th June 2026 08:17 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: મેથી - 1 કપ • વટાણા - 1 કપ • સમારેલી ડુંગળી - 1 કપ • લીલું મરચું - 1 નંગ • ફ્રેશ ક્રીમ - 2 ચમચી • તેલ - 2 ચમચી • જીરું - 1 ચમચી • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • ધાણાજીરું - 1 ચમચી • મીઠું - સ્વાદ મુજબ
રીત: કડાઈમાં તેલ ગરમ કરીને જીરું સાંતળો. સમારેલી ડુંગળી અને લીલું મરચું ઉમેરો. ત્યારબાદ મેથી ઉમેરી 2-3 મિનિટ સાંતળો. હવે તેમાં વટાણા, હળદર, મીઠું, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરો. ઢાંકણ ઢાંકી ધીમા તાપે થવા દો. હવે ક્રીમ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જરૂર લાગે તો માત્ર 2-3 ચમચી પાણી ઉમેરો જેથી ઓછા ગ્રેવીવાળું શાક બને.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter