મેથીના ગોટા

Friday 30th October 2026 11:15 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: સમારેલી મેથી ભાજી - 2 કપ • ચણાનો લોટ - 1 કપ • આદુ-લીલા મરચાની પેસ્ટ - 1 ચમચી • હળદર - પા ચમચી • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • ધાણાજીરું પાવડર - 1 ચમચી • ખાંડ - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • બેકિંગ સોડા - એક ચપટી • પાણી - જરૂર મુજબ • તેલ - તળવા માટે
રીત: એક વાસણમાં સમારેલી મેથી, ચણાનો લોટ, આદુ-મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ખાંડ અને મીઠું ભેગાં કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. છેલ્લે બેકિંગ સોડા મિક્સ કરો. કડાઈમાં તેલ ગરમ કરી નાના ગોટા ઉતારો. મધ્યમ તાપે તળો. ગોટા બહારથી સોનેરી અને અંદરથી બરાબર ચડી જાય ત્યાં સુધી તળો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter