મેથીપાક

Tuesday 31st January 2017 10:19 EST
 
 

સામગ્રીઃ મેથીનો લોટ ૨૦૦ ગ્રામ • ગુંદર ૨૫૦ ગ્રામ • ઘઉંનો જાડો લોટ ૧૫૦ ગ્રામ • બદામ અધકચરી વાટેલી ૨૫૦ ગ્રામ • દેશી ગોળ - છીણેલો ૫૦૦ ગ્રામ • ખડી સાકર પાઉડર ૩૦૦ ગ્રામથી ૫૦૦ ગ્રામ (સ્વાદ અનુસાર) • સૂંઠ પાઉડર ૫૦ ગ્રામ • બત્રીસું ૨ ટેબલ સ્પૂન • દેશી ઘી ૪૦૦ ગ્રામ • બદામની કતરણ સજાવટ માટે

રીતઃ એક મોટા વાસણમાં ઘી મૂકીને ઘઉંનો લોટ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. લોટ ધીમા તાપે શેકવો. લોટ શેકાઈ જાય પછી તેમાં છીણેલો ગોળ નાખવો. ગોળ ઓગળીને તેનો પાયો બની જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવો અને સતત હલાવતા રહેવું. ગુંદરને અલગથી ઘીમાં તળી ફુલાવી લેવો અને વાટી લેવો. ગોળવાળું મિશ્રણ ઠંડું થાય એટલે તેમાં સાકર અને બધા મસાલા સાથે ગુંદર અને મેથીનો લોટ ઉમેરવો. બધું મિશ્રણ બરાબર હલાવી તેને ગ્રીસ કરેલી થાળીમાં ઠારી લેવું. ઉપરથી બદામની કતરણ ભભરાવી થોડું દબાવી લેવું. તેના કાપા પાડીને ચોરસ ટુકડા કાપી લો. દરરોજ સવારે એક પીસ ખાવો શિયાળામાં ગુણકારી છે.

નોંધઃ મેથીનો લોટ મિશ્રણ ખૂબ ગરમ હોય ત્યારે ન નાખવો નહીં તો મેથીપાક ખૂબ કડવો થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter