મેવા લડ્ડુ

Friday 22nd December 2017 07:20 EST
 
 

સામગ્રીઃ ખજૂર-૨૦૦ ગ્રામ • કાજુ-અડધો કપ • બદામ-અડધો કપ • પિસ્તા-અડધો કપ • અખરોટ-અડધો કપ • દેશી ઘી બેથી ત્રણ નાની ચમચી • ઈલાયચી એક નાની ચમચી

રીતઃ સૌપ્રથમ કાજુ, બદામ, પિસ્તા, અખરોટને બારીક સમારીને ધીમા તાપે શેકીને અલગ રાખી મૂકો. ખજૂરના ઠળિયા કાઢીને તેને પણ ઝીણી સમારી લો. હવે કડાઈમાં ઘી નાંખી ખજૂર નાંખી પાંચ-સાત મિનિટ સુધી પકવી લો, જેનાથી ખજૂર નરમ થઈ જાય. પછી તેમાં બધા જ સૂકા મેવા અને ઈલાયચી નાંખી ફરી પકાવો. થોડી વારમાં બધું મિશ્રણ એકબીજા સાથે સારી રીતે ભળી જાય પછી ગેસ સ્ટવ બંધ કરી લો. જે મિશ્રણ તૈયાર થયું તેના મિડીયમ સાઈઝના લાડુ વાળીને પીરસી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter