રવા પરોઠાં

Thursday 23rd February 2017 03:36 EST
 
 

સામગ્રીઃ રવો ૧/૨ કપ • બટાકા ૨ બાફેલા • મેંદો ૧/૨ કપ • ઘઉંનો લોટ દોઢ કપ • ઘી ૧ ટેબલ સ્પૂન • રાઈ ૧/૨ ટી-સ્પૂન • તલ ૧ ટી-સ્પૂન • ઝીણાં સમારેલાં લીલાં મરચાં ૧ ટી-સ્પૂન • મીઠો લીમડો • ચપટી હિંગ • લીંબુ અડધું • તજ-લવિંગનો ભૂકો અડધી ટી-સ્પૂન • ૧ ટી-સ્પૂન ખાંડ • ઝીણી સમારેલી કોથમીર ૩ ટેબલ સ્પૂન • તેલ પ્રમાણસર • ચોખાનો લોટ (અટામણ માટે) • મીઠું સ્વાદ અનુસાર

રીતઃ એક વાસણમાં ઘી ગરમ મૂકી તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તલ, લીલાં મરચાં, મીઠો લીમડો અને હિંગ નાખીને રવો નાંખીને સાંતળવો. રવો ગુલાબી રંગનો થાય એટલે તેમાં ગરમ પાણી નાખવું. અડધો કપ રવો હોય તો દોઢ કપ પાણી લેવું. (ત્રણ ગણું.) પાણી બળી જાય એટલે તેમાં મીઠું, લીંબુનો રસ, તજ-લવિંગનો ભૂકો, ખાંડ અને કોથમીર ઉમેરો. બટાકાને છીણીને નાખવા. બધું બરાબર મિક્સ કરીને નીચે ઉતારી લેવું અને ઠંડું કરવું. મેંદો અને ઘઉંનો લોટ ભેગા કરીને તેમાં મીઠું અને ૨ ટેબલ સ્પૂન તેલ નાખી પરોઠાંની કણક બાંધવી. અટામણ લઈ, નાની પૂરી વણી, તેમાં રવાનું પૂરણ ભરીને, ફરીથી પરોઠો વણવો. તવો ગરમ મૂકો અને તેલ મૂકીને બંને બાજુએ પરોઠો સાંતળો. ગરમગરમ સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter