રવા-બેસન લાડુ

Saturday 08th July 2017 08:15 EDT
 
 

સામગ્રીઃ બેસન ૧૨૫ ગ્રામ • રવો ૬૦ ગ્રામ • સૂકો મેવો ૬૦ ગ્રામ • બૂરું ખાંડ ૧૨૦ ગ્રામ • ઘી ૮૦ ગ્રામ • જાયફળ પાઉડર ચપટી • કિશમિશ અને કતરેલાં, કાજુ, બદામ, પિસ્તા સજાવટ માટે

રીતઃ એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં રવા તથા બેસનને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં બૂરું ખાંડ, સૂકો મેવો (કિશમિશ અને કતરેલાં કાજુ, બદામ, પિસ્તા) અને જાયફળ પાઉડર ઉમેરી થોડુંક ઠંડુ થવા દો. આ મિશ્રણ સાધારણ ગરમ હોય ત્યારે જ તેના નાનાં નાનાં લાડુ વળી લો. તેની ઉપર કતરેલાં કાજુ, બદામ, પિસ્તા, લગાવો. મહેમાનોને સર્વ કરો.

ટીપઃ લાડુ વાળતા પહેલાં હથેળીઓ પર થોડું ઘી ચોપડી દેવાથી લાડુ સરળતાથી વળશે અને હાથ પર ચોંટશે નહીં. આ લાડુ પાંચ-છ દિવસ સુધી તાજાં રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter