આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: એક કપ - ભુક્કો કરેલાં અખરોટ • બે ટેબલસ્પૂન - પિગાળેલું ઘી • અડધો કપ - દૂધ • અડધો કપ - સાકર • અડધી ટી સ્પૂન - એલચીનો પાઉડર
રીત: એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં અખરોટ મેળવીને સારી રીતે મિક્સ કરો. ધીમા તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા રહી પાંચ મિનિટ સુધી રાંધી લો. એ પછી તેમાં દૂધ અને સાકર મેળવી, ધીમા તાપ પર સતત હલાવતા રહી પાંચ મિનિટ સુધી ફરી રાંધી લો. હવે ગેસ બંધ કરીને તેમાં એલચીનો પાઉડર સારી રીતે મિક્સ કરી લો.