લસણિયાં ગાજર

રસથાળ

Friday 13th June 2025 04:59 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: ગાજર - 2 નંગ • લસણ - 8થી 10 કળી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • મીઠું - સ્વાદ મુજબ • હિંગ - પા ચમચી • લીંબુનો રસ - અડધી ચમચી • તેલ - 2 ચમચી • સમારેલી કોથમીર - 2 ચમચી
રીત: સૌપ્રથમ ગાજરને ધોઈને એકદમ કોરા કરી લો. તેની છાલ ઉતારી લાંબી સ્લાઈસમાં કાપી લો. હવે લસણ, મીઠું, લાલ મરચું અને હિંગને ખાંડણી-દસ્તામાં ખાંડી લો. હવે ગાજરમાં લસણની ચટણી, લીંબુનો રસ, તેલ અને કોથમીર મિક્સ કરી લો. આ લસણીયા ગાજર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.




to the free, weekly Gujarat Samachar email newsletter