સામગ્રીઃ સોજી-૨ ટેબલ સ્પૂન • મેંદો-૧ કપ • મીઠું-સ્વાદ મુજબ • તેલ-અડધો કપ • પાણી-જરૂર મુજબ
(સ્ટફિંગ માટે) લીલી તુવેર-૧ બાઉલ • લીલા મરચાં-૩થી૪ નંગ • કોથમીર-અડધો કપ • તેલ-૨ ટેબલ સ્પૂન • મીઠું-સ્વાદ મુજબ • મરી પાવડર-અડધી ચમચી • દળેલી ખાંડ-૧ ટેબલ સ્પૂન • લીંબુનો રસ-૧ ટેબલ સ્પૂન
રીતઃ સૌથી પહેલાં તુવેરના દાણાને મીક્સરમાં અધકચરા ક્રશ કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરવા મુકીને તેમાં હિંગ ઉમેરી તુવેરનો પલ્પ ઉમેરો અને ૧૦થી ૧૫ મિનિટ ગરમ કરો. પાણીનો ભાગ બળી જાય પછી તેમાં લીલાં મરચાંની પેસ્ટ કરીને ઉમેરો. હવે તેમાં મીઠું, લીંબુનો રસ, ખાંડ, કોથમીર મિક્સ કરી હલાવીને મિશ્રણને ઠંડુ પડવા દો. ત્યારબાદ મેંદાના લોટમાં સોજી મિક્સ કરી મીઠું, તેલ લઈ મીડિયમ કણક બાંધી ૧૦ મિનિટ રેસ્ટ આપો. ત્યારપછી લોટમાંથી પૂરી વણી તૈયાર કરેલ સ્ટફિંગ ભરી કચોરી વાળી ઉપરથી પેક કરી લો. આ રીતે બધી જ કચોરી વણી બ્રશથી ઓઈલ અથવા બટર લગાવી ૧૭૦૦ સે. પર ૨૦ મિનિટ બેક થવા દો. ગરમાગરમ કચોરીને કેચઅપ સાથે પ્લેટમાં સર્વ કરો.