સામગ્રી: મેંદો - 1 કપ • લીલાં નાળિયેરની છીણ - 2 કપ • ગોળ - 1 કપ • ઈલાયચી પાઉડર - 1 ચમચી • જાયફળ પાઉડર - અડધી ચમચી • ઘી - જરૂર મુજબ
રીતઃ મેંદાના લોટમાં ઘીનું મોણ ઉમેરીને નવશેકા પાણી વડે નરમ લોટ બાંધી લો. કડાઈમાં એક ચમચી ઘી ગરમ મૂકી તેમાં લીલાં નાળિયેરની છીણ સાંતળો. પાંચ મિનિટ સાંતળ્યા બાદ તેમાં ઝીણો સમારેલો ગોળ, જાયફળ પાઉડર અને ઈલાયચી પાઉડર મિક્સ કરો. સારી રીતે હલાવીને લચકા જેવું પુરણ તૈયાર કરવું. મેંદાના લોટને મસળી તેને વણી વચ્ચે તૈયાર કરેલું પૂરણ મૂકી પેક કરી હળવા હાથે વણી લો. આ રીતે બધી પૂરણપોળી તૈયાર કરી ઘી વડે શેકી લો.