આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: લીલું લસણ - અડધો કપ • ઘઉંનો લોટ-દોઢ ચમચી • લીલાં મરચાંની પેસ્ટ - પા ચમચી • અજમો - ચપટી • જીરું - પા ચમચી • મીઠું - સ્વાદ મુજબ • દહીં-2 ચમચી • તેલ-3 ચમચી
રીત: ઘઉંના લોટમાં બધી સામગ્રી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દો. હવે થોડું થોડું પાણી રેડી થોડોક કઠણ એવો ભાખરીનો લોટ બાંધી લો. થોડી જાડી અને નાની એવી ભાખરી વણીને તવી પર શેકી લો. ગેસ એકદમ ધીમો જ રાખવો. ભાખરીને દબાવતા જવું અને શેકતા જવું જેથી ભાખરી સરસ ક્રિસ્પી થશે. આ ભાખરી નાસ્તામાં ખાવાની ખૂબ મજા આવશે.