લેમન કોરિએન્ડર સૂપ

રસથાળ

Friday 30th January 2026 08:44 EST
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: કોથમીર - અડધો કપ • સમારેલું ગાજર - પા કપ • સમારેલી કોબીજ - પા કપ • સમારેલું કેપ્સિકમ - પા કપ • સમારેલું આદું - પા ચમચી • સમારેલું લસણ - 3થી 4 કળી • સમારેલું લીલું લસણ - 2 ચમચી • લીંબુ - 1 નંગ • પાતળી સ્લાઈસ આંબા હળદર - અડધી ચમચી • મરી પાઉડર - પા ચમચી • મીઠું - સ્વાદ મુજબ • કોર્નફ્લોર - 1 ચમચી • તેલ - અડધી ચમચી • તુલસીના પાન - 5થી 6
રીત: સૌ પ્રથમ દરેક શાકને ઝીણા સમારી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી આદું-લસણને સાંતળો. તેમાં દરેક શાકને પાંચ મિનિટ માટે સાંતળી લો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું-મરી પાઉડર ઉમેરો. એક વાટકીમાં કોર્નફ્લોર અને પાણી મિક્સ કરી સ્લરી તૈયાર કરો. હવે કડાઈમાં સમારેલી કોથમીર, જરૂર મુજબ પાણી અને તૈયાર સ્લરી ઉમેરી સતત હલાવતા ઉકળવા દો. સારી રીતે ઉકળ્યા બાદ લીલું લસણ, તુલસી પાન તથા લીંબુ રસ ઉમેરી ગેસ બંધ કરો. હળદર - તુલસીના ગુણ સાથે સુપ માણો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter