આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: ઓટ્સ – 1 કપ • રવો – 1 ચમચી • મિક્સ વેજીટેબલ્સ (ઝીણા સમારેલા) – અડધો કપ • સમારેલું લીલું મરચું – 1 નંગ • સમારેલી કોથમીર – 2 ચમચી • છીણેલું પનીર – અડધો કપ • મીઠું – સ્વાદ મુજબ • જીરું – અડધી ચમચી • ચાટ મસાલો - અડધી ચમચી • તેલ – જરૂર મુજબ
રીત: સૌથી પહેલાં ઓટ્સને કોરા જ તવીમાં લગભગ 2 મિનિટ શેકી લો. તેમાં રવો ઉમેરીને મિક્સરમાં ક્રશ કરી લો. હવે આ મિશ્રણમાં મીઠું, જીરું અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. ખીરું ન તો વધુ પાતળું ન તો વધુ જાડું હોવું જોઈએ. નોનસ્ટિક તવીને ગરમ કરો અને તેના પર થોડું તેલ લગાવો. તૈયાર કરેલું ખીરું પાથરીને સમારેલા શાક, કોથમીર, ચાટ મસાલો અને છીણેલું પનીર ભભરાવો. થોડું તેલ મૂકીને ધીમા-મધ્યમ તાપે બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. પૂડલાને કોથમીરની ચટણી સાથે ગરમાગરમ પીરસો. પોષક તત્વોથી ભરપૂર આ ઓટ્સ પૂડલા દિવસની શરૂઆત માટે એકદમ યોગ્ય છે!


