આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: મેગી નુડલ્સ - 1 પેકેટ • ઝીણી સમારેલી ડુંગળી - 1 કપ • ઝીણી સમારેલી કોબીજ - 1 કપ • છીણેલું ગાજર - 1 નંગ • ઝીણું સમારેલું કેપ્સિકમ - અડધો કપ • આદું-મરચાંની પેસ્ટ - 1 ચમચી • મેગી મસાલો - 1 પેકેટ • કોર્નફ્લોર - 4 ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ તળવા માટે
રીત: કડાઈમાં થોડું તેલ ગરમ મૂકીને તેમાં સમારેલા શાકને વારાફરતી સાંતળી લો. મેગીને હાથ વડે ક્રશ કરીને તેમાં મિક્સ કરો. સ્વાદ મુજબ મીઠું અને મેગી મસાલો ઉમેરી ઢાંકીને ચઢવા દો. શાકમાં પાણીનો ભાગ હશે તેમાં જ મેગી ચઢી જશે. મેગી ચઢી જાય એટલે બે ચમચી કોર્નફ્લોર મિક્સ કરી ગેસ બંધ કરી લો. તૈયાર માવામાંથી લંબગોળ લોલીપોપ વાળી લો. એક વાડકીમાં થોડું પાણી લઇ તેમાં એક ચમચી કોર્નફ્લોર મિક્સ કરીને પાતળી પેસ્ટ બનાવો. લંબગોળ લોલીપોપને તેમાં ડીપ કરી કાચી મેગીના ભુક્કામાં રગદોળો. આઈસ્ક્રીમ સ્ટીક ભરાવીને લગાવી ગરમ તેલમાં તળી લો. ગરમાગરમ વેજ. મેગી લોલીપોપ બાળકોને કેચપ સાથે સર્વ કરો.