શક્કરિયાંનો શીરો

(રસથાળ)

Friday 11th September 2026 07:32 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ શક્કરિયાં - 500 ગ્રામ (બાફેલાં અને છાલ ઉતારીને મેશ કરેલાં) • ઘી - 3થી 4 ચમચી • દૂધ - 1/2 કપ • ખાંડ - 1/2 કપ (સ્વાદ મુજબ વધઘટ કરી શકાય) • એલચી પાઉડર - 1/2 ચમચી • કાજુ - બદામ
અને પિસ્તાંના નાના ટુકડા - 2 ચમચી
રીત: એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં મેશ કરેલા શક્કરિયાં ઉમેરી ધીમા તાપે 5થી 7 મિનિટ માટે સાંતળો. શક્કરિયાંનો રંગ હલકો બદલાય અને ઘીની સુગંધ આવે એટલે તેમાં દૂધ ઉમેરો. દૂધ સંપૂર્ણપણે શોષાઈ જાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળી જશે એટલે મિશ્રણ થોડું પાતળું થશે. શીરામાંથી ઘી છૂટું પડે અને કડાઈ છોડવા લાગે ત્યાં સુધી ધીમા તાપે રાંધો. છેલ્લે એલચી પાઉડર અને ડ્રાયફૂટ્સ ઉમેરી ગરમાગરમ પીરસો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter