સામગ્રી: ૨ કપ બાફીને છોલેલા - છૂંદેલા શક્કરિયાં • થોડાક કેસરનાં તાંતણા • ૧ ટેબલસ્પૂન હૂંફાળુ દૂધ • ૧ ટેબલસ્પૂન ઘી • ૩/૪ કપ દૂધ • અડધો કપ સાકર • અડધી ચમચી એલચી પાવડર • ૨ ટેબલસ્પૂન સમારેલો સુકો મેવો
રીતઃ સૌપ્રથમ એક નાના બાઉલમાં કેસર અને એક ચમચી હૂંફાળુ દૂધ ઉમેરીને તેને બરાબર મિક્સ કરીને સાઇડમાં રાખી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. હવે તેમા શક્કરિયાનો છૂંદો ઉમેરીને ૨-૩ મિનિટ સુધી શેકી લો. ત્યાર પછી તેમાં દૂધ, અડધો કપ કપ પાણી, સાકર અને એલચીનો પાવડર મેળવીને સારી રીતે મિક્સ કરીને હલાવો. ધીમી આંચ પર બે-ત્રણ મિનિટ સુધી રાખો અને તેને હલાવતા રહો. હલવો બરાબર ચઢી જાય એટલે ગેસની આંચ બંધ કરીને તેને ઉતારી લો. હવે તેમાં ઉપરથી કેસર અને દૂધનું મિશ્રણ ઉમેરો. આ પછી સૂકો મેવો ઉમેરીને ફરીથી મિક્સ કરી લો. તે સિવાય ઉપરથી તમે સૂકામેવાથી ગાર્નિશ કરી શકો છો.