શક્કરિયાની ફરાળી ચાટ

Friday 28th August 2026 08:47 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: બાફેલા શક્કરિયા - 2 • ઘી - 1 ચમચી • શેકેલા શિંગદાણાનો ભૂકો - પા કપ • ફેંટેલું દહીં - પા કપ • લીલી ફરાળી ચટણી - 2 ચમચી • ખજૂર-આમલીની ફરાળી ચટણી - 2 ચમચી • સિંધવ મીઠું - સ્વાદ મુજબ • શેકેલું જીરું પાઉડર - 1 ચમચી • મરી પાઉડર - અડધી ચમચી • લીંબુનો રસ - 1 ચમચી • સમારેલી કોથમીર - 2 ચમચી • દાડમના દાણા - 2 ચમચી 
રીત: બાફેલા શક્કરિયાના ટુકડાને એક બાઉલમાં લો. તેમાં સિંધવ મીઠું, શેકેલું જીરું પાઉડર, મરી પાઉડર અને લીંબુનો રસ ઉમેરી હળવા હાથે મિક્સ કરો. એક પેનમાં થોડું ઘી મૂકી મસાલેદાર શક્કરિયાને દરેક સાઈડ સરસ શેકો. હવે શક્કરિયાને એક બાઉલમાં લઈ તેના પર લીલી ચટણી અને ખજૂર-આમલીની ફરાળી ચટણી રેડો. ફેંટેલું દહીં, શેકેલા શિંગદાણાનો ભૂકો, દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરીને તરત જ સર્વ કરો. આ ચાટમાં થોડાં શેકેલા મખાણા અથવા ફરાળી ચેવડો ઉમેરવાથી તેનો સ્વાદ વધુ વધે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter