શક્તિવર્ધક અડદિયા

Thursday 02nd March 2017 04:33 EST
 
 

સામગ્રીઃ અડદનો કરકરો દળેલો લોટ ૨૫૦ ગ્રામ • ખાંડ ૩૦૦ ગ્રામ • માવો ૨૦૦ ગ્રામ • શેકેલી બદામનો પાઉડર ૧૦૦ ગ્રામ • ગુંદર ૧૦૦ ગ્રામ • ઘી ૨૫૦ ગ્રામ • સૂંઠ બે ટેબલ સ્પૂન • ગંઠોડા ૨ ટેબલ સ્પૂન • બત્રીસું ૨ ટેબલ સ્પૂન

રીતઃ એક મોટા વાસણમાં ઘી મૂકીને તેમાં અડદનો લોટ ધીમા તાપે એકદમ ગુલાબીથી થોડો વધારે ડાર્ક થાય તેવો શેકી લેવો. ગુંદર અલગથી તળી, વાટી લેવો. માવો અલગથી શેકી લેવો. ખાંડની બે-તારી ચાસણી બનાવવી. લોટ શેકાઈ જાય એટલે ગુંદર, માવો અને બધા મસાલા નાખીને મિશ્રણ એકરસ થાય તેવું હલાવી લેવું. ત્યાર બાદ આ મિશ્રણને ચાસણીમાં ઉમેરી બરાબર હલાવતા રહેવું. થોડુંક નવશેકું હોય ત્યારે તેના અડદિયાનો આકાર આપી દેવો. દરરોજ સવારે એક અડદિયો ખાવો. આ અડદિયા શક્તિવર્ધક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter