આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: શિંગોડાનો લોટ - 1 કપ • બૂરું ખાંડ - અડધો કપ • મોળો માવો - 4 ચમચી • ઘી - 3 ચમચી • એલચી પાઉડર - પા ચમચી • પાણી - અડધો કપ • બદામ-પિસ્તા કતરણ - 2 ચમચી
રીત: એક પેનમાં ઘી ગરમ મૂકો. પેન થોડું જાડા તળિયાવાળું પસંદ કરવું જેથી શીરો તળિયે ચોંટે નહીં. તેમાં શિંગોડાનો લોટ ઉમેરીને ધીમા તાપે સતત હલાવતા રહો. લોટનો થોડો રંગ બદલાય અને સુગંધ આવવા લાગે એટલે મસળેલો માવો અને એલચી પાઉડર મિક્સ કરો. લચકા પડતું થાય એટલે બૂરું ખાંડ અને પાણી રેડો. તાપ ધીમો જ રાખવાનો છે. પાણી સાવ બળી જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ બદામ-પિસ્તા કતરણથી ગાર્નિશ કરી ગરમગરમ પીરસો.


