શ્રાવણ સ્પેશ્યલઃ ખજૂર પાક

Tuesday 21st August 2018 04:44 EDT
 
 

સામગ્રીઃ સીડલેસ ખજૂર ૫૦૦ ગ્રામ • દૂધ ૧૦૦ ગ્રામ • મોળો માવો ૧૦૦ ગ્રામ • મિલ્ક મેઈડ ૧૦૦ ગ્રામ • કાજૂના નાના ટુકડા ૨૦૦ ગ્રામ • ટોપરાની છીણ ૫૦ ગ્રામ • ઘી ૨ ટીસ્પૂન

રીતઃ પેનમાં ઘી મૂકી ખજૂરને ઓછા તાપે શેકી લો. ખજૂરને એકદમ નરમ થવા દેવી પછી તેમાં દૂધ નાખીને બરાબર મિક્સ કરો અને ગરમ કરો. હવે બીજા પેનમાં એક ચમચી ઘી મૂકીને કાજુના ટુકડા શેકી લો. ખજૂરમાંથી બધું જ દૂધ બળી જાય પછી તેમાં માવો અને ટોપરાની છીણ નાંખી મિક્સ કરો. ૫-૭ મિનિટ હલાવીને ગેસ બંધ કરી તેમાં મિલ્ક મેઈડ ઉમેરીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને બાઉલમાં લઈને તેમાં રોસ્ટેડ કાજુના ટુકડા ઉમેરીને ઠંડુ પાડવા દો. ત્યારબાદ મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં લઈને સેટ થવા દેવું. સેટ થયા બાદ તેના પીસ કરી એરટાઇટ બોક્સમાં ભરી લો. તમે ઇચ્છો તો મિશ્રણમાંથી ખજૂરના બોલ પણ બનાવી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter