સાબુદાણા વડાં

Sunday 04th October 2026 10:14 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: સાબુદાણા - 1 કપ (4 કલાક પલાળેલા) • બાફેલા બટાકા - 2 (મેશ કરેલા) • શેકેલા સિંગદાણાનો ભૂકો - 1/2 કપ • લીલાં મરચાંની પેસ્ટ - 1 ચમચી • આદુંની પેસ્ટ - 1/2 ચમચી • જીરું - 1 ચમચી • લીંબુ રસ - 1 ચમચી • સિંધવ મીઠું સ્વાદ મુજબ • લીલા ધાણા સમારેલા • તળવા માટે - તેલ
રીતઃ પલાળેલા સાબુદાણામાંથી વધારાનું પાણી નિતારી લો. એક મોટા વાસણમાં સાબુદાણા, મેશ કરેલા બટાકા, સિંગદાણાનો ભૂકો, મરચાંની પેસ્ટ, આદું, જીરું, લીંબુનો રસ, સિંધવ મીઠું અને લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હાથમાં થોડું તેલ લગાવી મિશ્રણમાંથી નાના ગોળ લૂઆ બનાવી હળવા હાથે ચપટા કરીને વડાનો આકાર આપો. કડાઈમાં તેલ બરાબર ગરમ કરો. વડાને મધ્યમથી તેજ આંચ પર બંને બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. સાબુદાણા વડાંને દહીં કે ફરાળી ચટણી સાથે સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter