આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: સાબુદાણા - 1 કપ (3-4 કલાક પલાળેલા) • બાફેલા બટાકા - 2 (મેશ કરેલા) • શેકેલા સિંગદાણાનો અધકચરો ભુકો - 1/2 કપ • રાજગરાનો કે મોરૈયાનો લોટ - 2 ચમચી (બાઈન્ડિંગ માટે) • લીલા મરચાં - 2 (ઝીણાં સમારેલાં) • આદુંની પેસ્ટ - 1/2 ચમચી • સિંધવ મીઠું - સ્વાદ મુજબ • લીંબુનો રસ - 1 ચમચી • લીલા ધાણા -સમારેલા • શેકવા માટે – તેલ કે ઘી
રીત: એક મોટા વાસણમાં પલાળેલા સાબુદાણા, મેશ કરેલા બટાકા, સિંગદાણાનો ભૂકો, રાજગરાનો લોટ, મરચાં, આદું, સિંધવ મીઠું, લીંબુનો રસ અને ધાણા ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો. પ્લાસ્ટિકની શીટ કે બટર પેપર પર થોડું તેલ લગાવું. મિશ્રણમાંથી મોટો લૂઓ લઈ હાથ વડે થાપીને રોટલી જેવો ગોળ આકાર આપો. થાલીપીઠની વચ્ચે આંગળીથી નાનું છિદ્ર (હોલ) કરો, જેથી તે અંદરથી પણ સરસ શેકાઈ જાય. નોનસ્ટિક તવા પર તેલ કે ઘી મૂકી થાલીપીઠને તવા પર મૂકો. મધ્યમ તાપે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને કરકરી થાય ત્યાં સુધી શેકી લો. દહીં કે લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો.


