સુરતી ઉંધિયું

Wednesday 08th February 2017 04:41 EST
 
 

સામગ્રીઃ બટાકા ૨થી ૩ નંગ • રતાળુ - ૨૫૦ ગ્રામ • દાણા સુરતી પાપડી - ૨૫૦ ગ્રામ • છોલેલી પાપડી - ૧૦૦ ગ્રામ • તુવેરના દાણા - ૧૦૦ ગ્રામ • લીલા રવૈયાં - ૧૦૦ ગ્રામ • વાટેલાં આદું-મરચાં - ૫૦ ગ્રામ • કોથમીર - ૧૦૦ ગ્રામ • સમારેલું લીલું લસણ - ૧૦૦ ગ્રામ • સિલોની કોપરું - જરૂરત મુજબ • તલ (અધકચરાં વાટેલાં) - ૨ ટેબલ સ્પૂન • વાટેલા સિંગદાણા - ૩થી ૪ ટેબલ સ્પૂન • ખાંડ - ૨ ટેબલ સ્પૂન • લીંબુનો રસ - ૩ ટેબલ સ્પૂન • રવૈયાં ભરવા મસાલો - જરૂર મુજબ • તેલ - ૪થી ૫ ચમચા

રીતઃ રવૈયાં ભરી લેવાં. શાકભાજી મધ્યમથી મોટી સાઈઝમાં સમારવાં. બરાબર ધોઈ લેવાં. વઘાર માટે પહોળા વાસણમાં તેલ મૂકો અને તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નાંખો. સૌથી નીચે બટાકાં અને રતાળું ગોઠવો. તેની ઉપર ભરેલાં રવૈયાં, ઉપર પાપડી અને દાણાં ગોઠવવા. એક વાડકી જેટલું પાણી રેડવું. ઢાંકીને ચડવા દેવું. તે દરમિયાન બધો લીલો મસાલો, હળદર, કોપરું, સિંગ, દાળિયા, તલનો અધકચરો ભૂક્કો, લીંબુનો રસ અને ખાંડ, મસાલો, મીઠું સ્વાદ મુજબ બધું મિક્સ કરીને તૈયાર કરવું. લગભગ વીસથી પચ્ચીસ મિનિટ થાય એટલે શાકભાજીમાં લીલો મસાલો ભેળવી દેવો. હળવા હાથે હલાવી લેવું. ફરીથી ૧૦થી ૧૫ મિનિટ સીઝવા દેવું. બરાબર ચઢી જાય એટલે સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter