આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: 3 બટાકા • 200 ગામ ફ્લાવર • અડધો કપ લીલા વટાણા • એક ડુંગળી • ત્રણ લીલી ડુંગળી • ત્રણ લીલાં ટામેટાં
(ગ્રીન પેસ્ટ માટે) અડધો કપ કોથમીર • અડધો કપ લીલું લસણ • આદુનો ટુકડો • 4થી 5 લીલાં મરચાં • અડધી ઝૂડી પાલક • એક ચમચી પાંઉભાજી મસાલો • સ્વાદ અનુસાર મીઠું • 5-6 ચમચી તેલ • અડધી ચમચી હિંગ • અડધું લીંબુ • બટર
રીત: સૌપ્રથમ બાફેલાં વેજિટેબલ્સને મેશ કરી લો. હવે મિક્સર જારમાં ગ્રીન પેસ્ટની સામગ્રી લઇને ક્રશ કરી લો. ત્યારબાદ અડધી ઝૂડી પાલકને ધોઈને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ કડાઈ ગરમ કરવા મૂકો. કડાઈમાં તેલ નાંખી ગરમ કરો. ત્યારબાદ ગરમ તેલમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી નાંખવી. ધીમી આંચ પર એક મિનિટ સાંતળી અંદર ત્રણ કાચાં લીલાં ટામેટાંને ઝીણાં સમારીને નાખો. ત્યારબાદ અંદર ટામેટાં પૂરતું મીઠું નાખી ચડવા દો. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાં. હવે અંદર ગ્રીન પેસ્ટ એડ કરો. બધું જ બરાબર મિક્સ કરી 3-4 મિનિટ સાંતળો. તેલ છૂટું પડી જાય એટલે અંદર દોઢ ચમચી જેટલો પાંઉભાજી મસાલો નાખો. ત્યારબાદ તેમાં પાલકની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ અંદર બાફેલાં શાક મિકસ કરી. જરૂર મુજબ પાણી એડ કરો. સ્વાદ અનુસાર મીઠું નાંખી શકો છો. હવે શાક ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. 6-7 મિનિટમાં તેલ છૂટું પડી તૈયાર થઈ જશે. ગ્રીન ભાજીને સલાડ તથા પાંઉ સર્વ કરો.


