સૂંઠ પાક

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

Friday 12th February 2021 04:31 EST
 
 

સામગ્રીઃ ઘઉંનો લોટ - ૨૫૦ ગ્રામ • સૂંઠનો પાઉડર - ૨૫૦ ગ્રામ • ચણાનો લોટ - ૨૦૦ ગ્રામ • ખાંડ - ૭૫૦ ગ્રામ • ઘી - ૭૫૦ ગ્રામ • બદામનો પાઉડર - ૨૫૦ ગ્રામ • કોપરું - ૧૦૦ ગ્રામ • ચારોળી-પિસ્તા - ૨૫ ગ્રામ • ગંઠોડા - ૫ ગ્રામ • સફેદ મરી પાઉડર - ૫ ગ્રામ • તમાલપત્ર - ૫ નંગ • કેસર - ૫ ગ્રામ • શતાવરી - ૫ ગ્રામ • જાવંત્રી - ૫ ગ્રામ

રીતઃ ચણાના લોટમાં ચાર ચમચી ઘી અને ચાર ચમચી દૂધ નાખીને ધાબો આપો. તે પછી તેને બરાબર મિક્સ કરો. હવે તેને ચાળણીથી ચાળીને ઘીમાં બદામી રંગનો શેકી લો. ઘઉંના લોટને પણ અલગ કડાઈમાં બદામી રંગનો શેકો. હવે બંને લોટ ભેગા કરીને તેમાં ખાંડ સિવાયની બધી સામગ્રી નાખી દો. બીજા વાસણમાં ખાંડ ડૂબે એટલું પાણી લઈને તેની અઢી તારની ચાસણી બનાવો. તેમાં લોટનું મિશ્રણ નાખીને મિક્સ કરો. આ મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં પાથરો અને ઠંડુ પડ્યા બાદ મનગમતા આકારમાં ટુકડા કરો. કાજુ, બદામ, કોપરાથી સજાવીને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter