સામગ્રીઃ ઢોંસાનું ખીરૂ ૧ કપ • ડુંગળી ૧ નંગ • કાકડી ૧ નંગ • ટામેટાં ૧ નંગ • લીલાં મરચાં ૨–૩ નંગ • ચીઝ ક્યુબ ૨ નંગ • ચીલી ફલેક્સ ૧/૨ ટીસ્પૂન • કોથમીર ૧/૨ કપ • બટર ૧ ટીસ્પૂન • ફુદીનાની ચટણી ૧ ટીસ્પૂન • મીઠું સ્વાદ મુજબ
રીતઃ સૌથી પહેલા બધા વેજીટેબલ્સ એકદમ બારીક સમારી લો. ત્યારબાદ તેમા ચીલી ફલેક્સ, મીઠું, લીલી ચટણી નાખી બરાબર મીકસ કરી લો. હવે તેમાં ચીઝ ક્યુબ છીણીને ઉમેરો. હવે તવા ઉપર ખીરૂ પાથરી મીડીયમ સાઇઝનો ઉત્તપમ બનાવો. ત્યાર પછી તૈયાર કરેલા સ્ટફીંગનું તેના પર એક લેયર કરો. ૫ મિનિટ બાદ બીજી સાઈડ શેકી લેવી. પછી ઉત્તપમને ઢોસાની જેમ વાળીને રાખો. સ્ટફીંગમાં ચીઝ હોવાથી ઉત્તપમ એકદમ સ્ટીક થઈ જશે. ઉત્તપમને વચ્ચેથી કટ કરી ગરમાગરમ સંભાર અને ચટણી સાથે અથવા દહીં સાથે સર્વ કરો.


