સેવૈયા

Saturday 21st October 2017 06:33 EDT
 
 

સામગ્રીઃ વર્મિસેલી ૧ કપ • કન્ડેન્સ્ડ મિલ્ક ૨૫૦ ગ્રામ • વ્હાઇટ બટર ૧૦૦ ગ્રામ • મોળો માવો ૫૦ ગ્રામ • દૂધ ૨ કપ • બદામ પાવડર ૧ કપ • ઇલાયચી પાવડર અડધી ટી-સ્પૂન

રીતઃ સૌ પહેલાં પેનમાં બટર મૂકીને તેમાં વર્મિસેલી નાંખીને બરાબર શેકી લો. હવે તેમાં ગરમ કરેલું ૨ કપ દૂધ નાખો. ત્યારબાદ બરાબર ઉકાળવા દો, જેથી બધી વર્મિસેલી બફાઈ જાય. દૂધ બળી જાય પછી તેમાં કન્ડેન્સ મિલ્ક નાખીને મિક્સ કરો. ત્યાર પછી મોળો માવો હાથથી ભૂકો કરીને ઉમેરો. બધું એકદમ મિક્સ કરીને તેમાં બદામ પાવડર નાખીને હલાવી લો. મિશ્રણ પેનની સાઇડ્સ છોડવા લાગે એટલે તેને પ્લેટમાં લઇને સ્પ્રેડ કરી દેવું. હવે ઉપર એલચી પાવડર ભભરાવો અને સેવૈયાને એક કલાક ફ્રીજમાં સેટ થવા મૂકો. એક કલાક બાદ ટુકડાં કરીને પ્લેટમાં લઈને સેવૈયા સર્વ કરો.

ટીપ્સઃ સેવૈયાના મિશ્રણને ઠંડુ પડવા દઈને સહેજ ઘીવાળો હાથ કરી બોલ્સ બનાવીને સેવૈયા લડ્ડુ તરીકે પણ સર્વ કરી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter