આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: ફણગાવેલા મગ - 1 કપ • બાફેલા બટાકા - 3 નંગ • સમારેલી ડુંગળી - 1 નંગ • ક્રશ કરેલા મકાઈ દાણા - 2 ચમચી • સોજી - 2 ચમચી • બ્રેડ ક્રમ્બ્સ - 2 ચમચા • છીણેલું પનીર - 2 ચમચી • સમારેલી કોથમીર - 2 ચમચી • આદું-મરચાંની પેસ્ટ - 2 ચમચી • મીઠું - સ્વાદ મુજબ • મરી પાઉડર - પા ચમચી • જીરું પાઉડર - 1 ચમચી • આમચૂર પાઉડર - 1 ચમચી • ગરમ મસાલો - 1 ચમચી • કોર્નફ્લોર - 3 ચમચી
રીત: ફણગાવેલા મગને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લેવા. પાણી બિલકુલ ન ઉમેરવું. બાફેલા બટાકાને હાથ વડે મસળી નરમ માવો બનાવી લો. હવે બટાકામાં ઉપર જણાવેલી દરેક સામગ્રી અને ક્રશ કરેલા મગ મિક્સ કરીને પુરણ તૈયાર કરી લો. હાથ વડે ટિક્કીનો શેપ આપી થોડીવાર ફ્રીજમાં મૂકી દો. હવે નોનસ્ટિક પેનમાં જરૂર મુજબ તેલ મૂકી ટિક્કીને બાજુ સરસ શેકી લો. સ્વાદિષ્ટ સ્પ્રાઉટ્સ ટિક્કી ફૂદીનાની ચટણી સાથે ખૂબ મજેદાર લાગશે.


