સ્વાદશોખીનોની સેવામાં હાજર છે ‘રસથાળ’

Wednesday 12th April 2023 09:39 EDT
 
 

સ્વાદશોખીનોની સેવામાં હાજર છે ‘રસથાળ’

‘ગુજરાત સમાચાર’ના વાચકો માયા દીપકને એક ઉત્કૃષ્ટ ગાયિકા તરીકે તો જાણે જ છે, પરંતુ તેઓ બહુ સારા પાકકલા નિષ્ણાંત પણ છે. સરસ-સ્વાદિષ્ટ વ્યંજનો બનાવવાની આ અંગત હોબીને માયાબહેને યુટ્યુબ ચેનલના માધ્યમથી સાર્વજનિક બનાવી. અને હવે તેઓ ‘ગુજરાત સમાચાર’ના વાચકો માટે લિજ્જતદાર વ્યંજનો લઇને આવી રહ્યા છે. રસથાળ નામની આ કોલમમાં દર સપ્તાહે તેઓ સ્વાદિષ્ટ - સરળ રેસિપી રજૂ કરશે. વાચકમિત્રો, આપ સહુ તેમની રેસિપી યુટ્યુબ ચેનલ mayadeepak22 પર પણ નિહાળી શકો છો.

•••

લાંબા ફાફડા

સામગ્રી: 1 કિલો ચણાનો લોટ • 2 નાની (8 gram) ચમચી સોડા (Bicarbonate Soda) • 20 ગ્રામ મીઠું • 2 નાની ચમચી અજમો • 1 ચમચી હીંગ • 5 ચમચી અધકચરા વાટેલા મરી • 50 મિલી તેલ • તળવા માટે તેલ • 1 ગ્લાસ પાણી
રીતઃ સહુ પ્રથમ ચણાના લોટને ચાળી લેવો. ત્યાર બાદ તેમાં માપ પ્રમાણે સોડા, મીઠું, અજમો, તેલ, હીંગ અને મરી નાંખીને મિક્સ કરી લેવું. હીંગ અને મરી ફાફડા ઉપર છાંટવા થોડાક જુદા રાખવા. ધીરે ધીરે પાણી ઉમેરીને ભાખરી જેવો કડક લોટ બાંધવો. થોડું થોડું પાણી લઈ લોટને ખેંચી ઢીલો કરવો. જરૂર પડ્યે તેલવાળા હાથ કરી ખેંચવો. ખેંચીએ ત્યારે લોટ એકધારો લાંબો થાય ત્યાં સુધી ખેંચવો. તે તૂટવો ના જોઈએ. લાકડાના એક પાટીયા પર તેલ લગાવ્યા વગર લંબગોળ લુઆને નીચેથી ઉપરની તરફ ઘસવો. ચપ્પાની મદદથી નીચેથી ઉપરની તરફ લઈ જઈને ઉખાડી લો અને મીડિયમ તેલમાં તળી લો. મરી - હીંગ છાંટી સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter